STORYMIRROR

MILAN LAD

Classics Thriller

4  

MILAN LAD

Classics Thriller

વિશ્વાસ

વિશ્વાસ

1 min
10.2K



તારા શ્વાસમાં, શ્વાસ હું મારા ભરું,

આથી વધુ વિશ્વાસની શું વાત કરું!


નામ પાછળ મારા, નામ તારું લખું,

આથી વધુ હકની હું શું વાત કરું!


છોડી આવી સ્વજન મારાં, તારાં માટે,

આથી મોટા બલિદાનની શું વાત કરું!


નથી ખબર મને કાલ મારી કેવી હશે!

છતાંય મારી હું આજ તારે નામ કરું!


રહી સ્ત્રીની જગ્યાએ વિચારી જોને,

શું સહેલું છે એટલું? જો આ હું કરું!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics