STORYMIRROR

Rajesh Hingu

Thriller

5.0  

Rajesh Hingu

Thriller

સ્હેજે હવે

સ્હેજે હવે

1 min
1.0K


એમ ખળખળવું નથી સ્હેજે હવે,

સાગરે ભળવું નથી સ્હેજે હવે.


પ્રેમમાં છે દર્દ, ડૂમા, ડૂસકાં,

એ તરફ વળવું નથી સ્હેજે હવે.


સામટાં સંઘર્ષ છોને આવતાં,

મારે ખળભળવું નથી સ્હેજે હવે.


ઘૂંટડાં ચૂપચાપ પીધાં છે ઘણાં!

દર્દને ગળવું નથી સ્હેજે હવે.


ઠાઠ વૈભવની તમા ક્યાં! છું ફકીર,

નામ પણ રળવું નથી સ્હેજે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller