પ્રેમનું ખૂન
પ્રેમનું ખૂન
તે મારા નયનોમાં છે,
હું તેના નયનોમાં છું,
છતાં પણ એક વહેમના તણખાએ આગ લગાડી છે.
તે મારા મનમાં છે,
હું તેના મનમાં છું,
છતાં પણ મનમાં ભેદભાવનું તોફાન ચાલું થઈ ગયુ છે.
તે મારા સ્વપ્નમાં છે,
હું તેના સ્વપ્નમાં છું,
છતાં પણ મારા સ્વપ્નનો મહેલ હવે તુટતો લાગે છે.
તે મારા હ્રદયમાં છે,
હું તેના હ્રદયમાં છું,
છતાં પણ ગેરસમજથી રાઈનો પર્વત બની ગયો છે.
તે આજે પણ જીવે છે,
હું પણ આજે જીવું છું,
છતાં પણ આજે "મુરલી"ના જુના પ્રેમનું ખૂન થયું છે.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)

