પરમ આનંદ
પરમ આનંદ
નફરતની દુનિયા છોડીને હવે હું,
આ પ્રેમની દુનિયામાં આવ્યો છું,
પત્થર જેવા હ્રદયવાળાઓને હું,
પ્રેમમાં ભીંજવવા આવ્યો છું.
શોકગ્રસ્ત આ વાતાવરણમાં હું,
ખુશીઓ લહેરાવવા આવ્યો છું,
અંધકાર ભરેલા પ્રેમનગરમાં હું,
પ્રેમ જ્યોત પ્રગટાવવા આવ્યો છુંં.
દુશ્મનોના હ્રદય પીગળાવીને હું,
સોને દોસ્ત બનાવવા આવ્યો છુ,
જુલ્મ અને સિતમને દુર કરીને હું,
પ્રેમ સરિતા વહાવવા આવ્યો છું.
રાધા કૃષ્ણના અમર પ્રેમનો હું,
સંદેશો સંભળાવવા આવ્યો છુ,
"મુરલી" તાનમાં મગ્ન બનાવીને હું,
પરમ આનંદ લુંટાવવા આવ્યો છું.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)
