ગઝલ - શકું
ગઝલ - શકું
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
કોઈ રીતે અશ્રુ અટકાવી શકું,
યાદ તારી કેમ થંભાવી શકું ?
શ્વાસ મારા એમ મહેકાવી શકું,
શ્વાસે શ્વાસે નામ હું લાવી શકું.
એટલે ખુદને ન ભરમાવી શકું,
પ્રેમમાં ક્યારેય નહીં ફાવી શકું.
તારાં જીવનમાં તો, દૂરની વાત છે,
કલ્પનામાં પણ ન હું આવી શકું.
બંધ કર્યા છે તેં બારી બારણા,
દિલમાં તારાં કઈ રીતે આવી શકું ?
સીધેસીધું કાંઈ કહી શકતો નથી,
શેરમાં ગીતાય સમજાવી શકું,
શબ્દ ને સંવેદનોના સંગમાં,
હું નવા અવતારમાં આવી શકું.