STORYMIRROR

Rajesh Hingu

Others

4  

Rajesh Hingu

Others

મજા માટે

મજા માટે

1 min
22.8K

આટલું બસ, છે વારસા માટે,

પ્રેમ પ્યાલી છે આપવા માટે,


ક્યાં રચ્યું કંઈ વાહ-વા માટે ! 

ઈશનું સર્જન તો આપણાં માટે,


નહિ કરું અરજી હું રજા માટે,

કેદમાં રાખી લે સદા માટે,


પ્રેમના હાકલા જરૂરી છે,

જીંદગીના આ ડાયરા માટે,


ખાસ કંઈ કારણ નથી બીજું,

મારી ગઝલ તો બસ મજા માટે.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ