Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rajesh Hingu

Drama

3  

Rajesh Hingu

Drama

લોક ડાઉન ગઝલ

લોક ડાઉન ગઝલ

1 min
11.5K


સેલિબ્રિટી થવાના લ્હાવા મળી રહે છે,

વિધ વિધ સ્વરૂપે લાઈવ થાવા મળી રહે છે.


ખૂબ જ ચીવટથી મેં તો વળ્યા હતા બધાયે,

તો પણ દરેક ખૂણે બાવાં મળી રહે છે.


એક જ ઝલકથી જેની, ટાઢક થતી'તી હૈયે,

પત્નીનાં એ જ ચહેરે લાવા મળી રહે છે.


જાવું હવે જુનાળે, ક્યાં સ્હેજ પણ જરૂરી,

ઘરમાં જ સૌના બે ત્રણ બાવા મળી રહે છે.


એટલે ગઝલ-રવાડે હું પણ ચડી ગયો છું,

માથા 'ને ધડ વગરનાં દાવા મળી રહે છે.


Rate this content
Log in