ગઝલ - મેં કર્યું છે
ગઝલ - મેં કર્યું છે

1 min

142
પ્રથમ તો ગહન અધ્યયન મેં કર્યું છે,
એ બાદ જ તમારું ચયન મેં કર્યું છે.
શબદ આભમાં ઉડ્ડયન મેં કર્યું છે,
પછી ક્યાં નિરાંતે શયન મેં કર્યું છે !
પ્રણય પાઠ ભણવા હવે સજ્જ છે એ,
હૃદયનું જૂઓ ઉપનયન મેં કર્યું છે.
નથી રહી ઝરૂખેથી જોવાની નિસ્બત,
નયનમાં જ તારું અયન મેં કર્યું છે.
ઝૂકાવી દીધી જાત તારા ચરણમાં,
સ્વયંનું ખરું ઉન્નયન મેં કર્યું છે.