મોજ બે ઘડી
મોજ બે ઘડી

1 min

244
બસ એજ કારણે મને નિષ્ફળતા સાંપડી,
થોડીય પ્રેમમાં ન અદાકારી આવડી.
સરવાળાં આ શહેરનાં ઉકેલું કઈ રીતે !
ભણતર છે મારું, ગામડાંની ચાર ચોપડી.
જીવનસફરમાં એટલે બસ મોજ મોજ છે,
બાએ ઉપાડી છે બધી ચિંતાની ગાંસડી.
કરવા પડે છે બંધ બધાં બારી-બારણાં,
એસીની એટલે હવા કોઠે નથી પડી.
ધંધો કે સાધના કે ન તો વાહવાહી છે,
કારણ કહું ગઝલનું તો બસ મોજ બે ઘડી.