STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

સ્નેહ નજરમાં

સ્નેહ નજરમાં

1 min
136

અઢી અક્ષરમાં રમતા અમે,

નજર રમાડે ત્યાં રમતા તમે,

હું ને તું માં દુનિયા સમાણી,

લખશું પ્રેમની મધુર કહાણી,

 

ગમે મને હોળીના વાવડ,

રંગ ભરી પીચકારી મોરી,

છોડી શરમ ને રંગી ચોળી,

શુભારંભી મેં પ્રેમ કહાણી,


લખ્યો કાગળ નજરથી પહેલો,

દીધો હોઠે હસતો જવાબ વહેલો,

ગુલાબી ગાલમાં જઈ રમતા અમે,

નજર રમાડે ત્યાં રમતા તમે,

 

કોઈને દે સંદેશા વાદળ,

કોઈ દોડે ફૂલોની પાછળ,

સ્નેહ નજરમાં ઝૂલતા અમે,

ભીંના સૂરમાં રમતા અમે,

અઢી અક્ષરમાં રમાડ્યા તમે(૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance