પ્રેરક મુજ કવિત્વના
પ્રેરક મુજ કવિત્વના


હતો અબુધ હું લાગણી બારા માં,
એક પથ્થર જેવી જડતા હતી મારા માં.
શું થયો સંસર્ગ તારો મુજ માં !
લાગ્યું થયો જન્મ નવો મારો જ મારા માં.
શબ્દો વીંટાયાં મને, પંક્તિઓ પાંગરી,
કવિત્વ છે આભારી તારી હયાતીનું મારા માં.
છે મુજ શબ્દો 'શોખીન' માત્ર તારા,
લખું છું તને અને જીવું પણ છું હોંશથી તને મારા માં.