સૂકું ફુલ
સૂકું ફુલ




મૃતપાય પાના અને અવશેષો વૃક્ષઓનાં,
લીટીઓનાં ઝુલા ઉપર શબ્દોને હું મૂકું !
છે કેવો આ શાશ્વત બગીચો મારો સખી,
જીવંત તો છે ફકત આ ફુલ તારુ સૂકું…
કોઈ પાને યાદોની સુનામીએ કરી તબાહી,
કોઈ પાને અધૂરી ગઝલોમાં જ્ઞાન પડ્યું ટૂંકું !
કર્યો કીચડ આંસુઓએ કોઈક પાને સખી,
સુઘડ તો છે ફકત આ ફુલ તારુ સૂકું…
ના સ્વાદ છે, ના સુગંધ છે, છે માત્ર કિંમત,
લેણ-દેણ શું કામની? ભલે સોનુ હોઈ કે રૂપું !
જેની હયાતીથી તંગ થાય નસો નાકની સખી,
તે સદા સુગંધિત છે ફક્ત આ ફુલ તારુ સૂકું…
અવશિષ્ટ છીએ હવે હું અને મારી કિતાબ,
જીર્ણ થઈ રહ્યું છે જીવન, ક્યાં છે કાંઈ છૂપું ?
તું નથી પણ તારી હયાતી બની તે હાજર સખી,
અખંડ તો છે ફકત આ ફુલ તારુ સૂકું…