STORYMIRROR

Varun Ahir

Romance Tragedy

4  

Varun Ahir

Romance Tragedy

ઘરડો પ્રેમ

ઘરડો પ્રેમ

1 min
152

તારી અદાઓને ક્યાં ઉંમર નડી છે, ?

મારા ઘડપણને બસ જુવાની ચડી છે,


સંજોગોએ પાડેલા છૂટા યાદ છે ને ?

સંજોગોએ જ ભેળા થવા રચી ઘડી છે,


કર્યા એકલા ભલેને કિસ્મતે ઘડપણમાં,

કદાચ એક થવા જ આ વિપત પડી છે,


ભાગી નહીં શકીએ હાથમાં હાથ લઈ,

ચાલવાની એકબીજા સાથે હામ ફળી છે,


ધોળા વાળની ચાદરની શાતા કમ નથી,

તેનાં છાંયડે ફરી મને મારી દુનિયા મળી છે,


જીવવાનાં અબળખા ભલે રહ્યા અધૂરા,

સાથે મરવાની માનતા તો જરૂર ફળી છે,


એક શોખ તો તારો પૂરો થયો 'શોખીન'

શરીર સાથે હવે લાગે છે, આત્મા ભળી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance