વિરહ
વિરહ


કેમ ખબર નહીં, તમારી તરફ બહેકાવ
તારી હયાતી તારા જ અજવાસમાં હું દેખાવ,
વગોળતા તારી યાદોને નહીં જોયો હોઈ મને
વગર તાપે પ્રતિક્ષામાં હરહંમેશ શેકાવ !
તે નશીલી સુગંધ ઝુલ્ફોની જાણે સુખ ચાદર
બસ ક્ષણે-ક્ષણ માણતો હું ક્ષણે-ક્ષણ ટેકાવ,
શું નહીં કરી હોઈ કોશિશ યાદોથી ભાગવાની ?
જેટલો દૂર જાવ તેનાથી બમણો પાછો ફેંકાવ
શું બગડી જવાનું કોઈનાં જવાથી ? કહે લોકો
બસ અધૂરપનાં ઓછાયે પળ પળ ઘેરાવ,
પ્રણય સાથે જોડાયેલ દરેક સ્થળો આવતાં
આજ પણ ઘડીભર અશ્રુ સાથે ત્યાં ઠેરાવ !
બસ યાદશક્તિ બની અભિશાપ અમારે તો !
મૃત્યુ પર્યંન્ત પણ કદાચ તારી તરફ ખેંચાવ.