લાગે છે
લાગે છે
1 min
500
સંબંધોથી ઘેરાયેલું હૈયું,
સાચા સ્વજનની ભીખ માંગે છે,
ઉભરાતી ભીડ વચ્ચે,
ખબર નહીં કેમ એકલું લાગે છે !
ધર્મને ના આપી શક્યા નામ પ્રેમનું,
કેટલાય દલડાં ઊંઘમાં જાગે છે,
કહેવાતા કટ્ટરપંથીઓના પાપે,
સ્વને ચિતાપર દાગે છે.
જો હોત કોઈ ભૂખ તો
ઘટમાળમાં ધરાતા વાર ક્યાં લાગે છે ?
આલિંગનોથી લથપથ શરીરને
માત્ર તેનોજ સ્પર્શ છાજે છે.
પડ્યા-અથડાયાનો શું ઘા ?
સમાજના મહેણાં જો કેવા વાગે છે,
પૂર્વજોની પાપની વ્યાખ્યાથી,
જો સરળ સ્નેહ ડરતો ભાગે છે.
જપી જે નામ રહેતા કેફમાં,
ફકત હવે તે ગુમનામીમાં ગાજે છે,
નશાનાં શોખીનને હવે કોણ જાણે ?
નશાથી ડર લાગે છે.
