યાદ તારી
યાદ તારી
સાથ છોડી યાદ તારી દૂર ભાગી એકલી,
આંખ મારી આંસુ સારે બેકલી તે એકલી.
સ્મરણો ભોકાય દિલમાં એક પળ જીવાય ના,
વેદનાઓ વલવલે ને કાળજે યાદો જલી,
સ્નેહનો સંચાર ને ખીલી વસંત ચારેદિશા,
પાનખર આવતા ભારે દિલે છોડી ગલી.
લીસો તારો કોલ ભીતર ભીજવે મારું હદય,
લાગણી કાજે હસી માસુમ ગુલાબી કલી.

