STORYMIRROR

DARSHITA SHAH

Others

4  

DARSHITA SHAH

Others

મોગરા

મોગરા

1 min
434

ચોતરફથી કેટલા બાવળ મને ઘેરી વળે,

તો ય ઉગાડયા અમે તો મોગરા આંખો મહી,

વેદનાની વાંસળી વાગે પ્રતીક્ષા વલવલે,

શ્ર્વાસની પી્છી લઇને હસ્તાક્ષરો ચમકે તહી.


યાદમાં મશગુલ થઇ કવિ પ્રેમનું કાવ્ય લખે,

સૂર જોડે શબ્દને સંવેદનાની ઇચ્છા રહી,

મોન બેઠા છે મહેફિલમાં દિવાનાઓ ભૂલી,

ભાન, પૈમાનો જલે શમ્મા ઝંખે ઝાંખી વહી.


આંસુમાં ડૂબેલ લથપથ હૈયું ઠામી પ્રેમને,

લાગણીપૂર્વક સનમના કાનમાં વાતો કહી,

જો હું તારી યાદમાં ઝાકળ સંગે ઝૂર્યા કરું,

લાખ કોશીશો કરી પણ પાંપણો ઝૂકી નહી.


વાયરા તો યાદ લાવે છે તમારી એટલે,

સાંભળીને એમની વાતો કરી નાખી સહી,

નીરખું છું આયનાઓમાં હું મારી જાતને,

સ્પંદનોમાં સ્મરણોને ચીતરી પાને અહીં.


Rate this content
Log in