મેઘધનુષ
મેઘધનુષ
1 min
277
વાદળ ઓઢી સૂર્ય સૂતો આભમાં,
કે પછી થપ્પો રમે છે આભમાં,
ફેરવી છે લાગણીની રવાઈ,
હેલી ઊઠી એટલે જો આભમાં,
ઝરમરીયા શ્રાવણીયા ભીના કરે,
લાગે નાહી રહ્યાં છે આભમાં,
વાદળમાંથી ડોકું કાઢીને હસે,
સૂર્ય સંતાકૂકડી રમે આભમાં,
રંગબેરંગી આ મેઘધનુષમાં,
ઘોડાની માફક દોડે આભમાં,
જો પલાળી વિશ્વ ને કેવા હસે,
આંખો મીચીં ઢોંગ કરે આભમાં,
વીજળીના ચમકારાઓ લાગે,
જાણે થ્રી ડી ફિલ્મ ચાલે આભમાં.
