STORYMIRROR

DARSHITA SHAH

Others

3  

DARSHITA SHAH

Others

બાગબાઁ

બાગબાઁ

1 min
306

છાંયડાને આંખમાં પાળ્યા અમે,

પાંપણોએ વાદળા બાધ્યા અમે,


પાદડાને યાદ આવે પાનખર,

ફૂલ સંગાથે નિસાસા નાખ્યા અમે.


વાયરાને કોણ રોકે એટલે,

લાગણીથી સાચવી રાખ્યા અમે,


બાગબાંએ જીવ પૂર્યા બાગમાં,

રાહ જોઇ ઉપવન વાસ્યા અમે,


આગમન ફાગણનું ને વેર્યા રંગો,

લાડપણ તો સખી ભાસ્યા અમે,


ભાન ભૂલ્યો જોઇ પુષ્પોની કળી,

તે ખુશ્બુથી ભાનમાં આવ્યા અમે.


Rate this content
Log in