બંધનો
બંધનો
1 min
350
સત્ય ઘટનાઓને પણ અફવા લખું,
લાગણીના બંઘનો ભીતર લખું,
સમય વચાળે ભટકતો એકલો,
કલ્પનાની વાતને અંદર લખું,
આજ ફુંટ્યું છે સરોવર આંખમાં,
ઝંખના વરસી હવે નવતર લખું,
કારણ વગર રેતમાં ચમકે બિદું,
મેઘહીન દીશે સમય સુંદર લખું,
પથ્થરોના બિજ ભેદી વિકસે,
મિત્રતાને આશરો કે ઘર લખું.
