જામ
જામ
શ્યામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં,
જામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.
સાદ ભીતર સાંભળું ભીનો હવે,
નામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.
ચોતરફથી સાદ ઘેરે એટલે,
ગામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.
છાંયડા ભેગા કરી હું ઘર કરું,
કામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.
મયકદામાં છું કે ઘરમાં જાણું,
ઠામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.
બાણ હૈયે ખૂબ વાગ્યાને સખી,
રામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.

