STORYMIRROR

DARSHITA SHAH

Others

3  

DARSHITA SHAH

Others

લહેરો

લહેરો

1 min
387

યુગોથી ક્ષણોમાં વહે છે લહેરો,

અધૂરી ક્ષણોમાં વહે છે લહેરો,


મહેફિલ છોડી થપાટો સહેતી,

તડપતી ક્ષણોમાં વહે છે લહેરો,


અશાંતી છતાં તે ઉદાસી ખંખેરી,

વિતેલી ક્ષણોમાં વહે છે લહેરો


રુપાળા સહારા ઇશારા કરે ને,

અજાણી ક્ષણોમાં વહે છે લહેરો,


ઘડી બે ઘડી બેજુબાન અવાજો,

અનોખી ક્ષણોમાં વહે છે લહેરો,


અહેસાસ જુદાઇ નો આંખમાં ને,

ગુલાબી ક્ષણોમાં વહે છે લહેરો,


સખી પાંપણોમાં સ્વપ્નો ભરીને,

વહેતી ક્ષણોમાં વહે છે લહેરો,


સામગ્રીને રેટ આપો
લોગિન