પ્રતીક્ષા
પ્રતીક્ષા
હતી આંખને એમની બસ પ્રતીક્ષા,
અને આ જ દર્પણ બની એજ ઉભા.
તરંગો રમે છે સંતાકૂકડી ને,
શરદનો ચંદ્ર શરણ બની એજ ઉભા.
સમાવી અંતરમાં દર્દની લહેરો,
નયન ભીતર ઝરણ બની એજ ઉભા.
હરણ ઝાંઝવા જોઇ દોડયા કરે,
હદયમાં હજી રણ બની એજ ઉભા.
હજારો અશ્રુઓ વહાવી લઉં ને,
તમારું જ સ્મરણ બની એજ ઉભા.
મુલાકાતમાં પ્રેમની અંધરાતે,
ખુશીનું કારણ બની એજ ઉભા.