લાગણી
લાગણી
લાગણી વિના જીવાય નહિ,
લાગણી વિના મરાય નહિ,
લાગણી તો એવી ચીજ છે,
જે કોઈ સાથે કરાય નહિ,
લાગણી કરતા ડરુ છું,
ડરીને પણ લાગણી કરુ છું,
લાગણી એ આંખોની ભાષા,
લાગણી એ પ્રેમની પરિભાષા,
લાગણી એ પ્રેમની લહેરો,
લાગણી એ સુંદર ચહેરો,
લાગણી એ પ્રેમના મોજા,
લાગણી એ પ્રેમની ઉત્કંઠા,
લાગણી એ પરસ્પર બે દિલની પ્રીત,
લાગણીની ના કોઈ સીમા કે ના કોઈ રીત,
લાગણી એ પ્રેમભયાઁ હૈયાનો થનગનાટ,
લાગણી એ બે દિલનો તરવરાટ,
લાગણી એ પ્રેમનું બીજું રૂપ,
લાગણી એ ખુદ ઈશ્વરનું સ્વરૂપ,
લાગણી એ મહેકતા મોસમમાં પ્રિયજનની યાદ,
લાગણી એ સ્નેહની રજૂઆત,
લાગણી એ મનની પાંખુ,
લાગણી એ અંતરમાંથી નીકળતા આંસુ,
લાગણી એ પ્રેમની સુંદર શરૂઆત,
લાગણી છે હંમેશા દિલમાં દિવસ ને રાત,
લાગણી એ હૈયાના હસ્તાક્ષર,
લાગણી એ ધડાકતા દિલના જન્માક્ષર,
લાગણી એ તો ઈશ્વરની અમૂલ્ય ભેટ,
લાગણી વિના "આરતી" ન રહે લાગણી વરસાવે નેહ.

