વ્હાલ
વ્હાલ
વ્હાલ આટલું ના કરો,
આખરે હું પારકી થાપણ,
કેમ ઝીલશે અશ્રુ આ પાંપણ,
સૂનું પડશે જ્યારે હૃદય આંગણ,
સપના કેવા દેખ્યા સોહામણાં,
માવતર છોડીને કરવા પારકા આપણાં,
ખોલશે પિયુના જો, સ્નેહ બારણાં,
મળશે વ્હાલ, માવતરનો છે એષણાં.

