મજા આવી
મજા આવી


રેલગાડીમાં બેસવાની, મજા આવી,
છૂક છૂક કરતી,અમને લેવા આવી,
જુઓ બાળકો પ્રાણી સંગ્રહાલય આવ્યું,
તાળી પાડો, રેલગાડીમાં બેસવાની મજા આવી.
હાથીભાઈ તો જુએ, ઊચી સૂંઢ કરી,
ભાગો આ તો રેલગાડી, મારી સામે આવી,
કુકુ ભાઈ તો, પૂછ હલાવતા જોતા જ રહ્યા,
આવજો આવજો કહેવાની મજા આવી.
વાઘ, સિંહ, હરણ અને જિરાફ જોવાની મજા આવી,
થોડીલાગી બીક પણ મિત્રોનાં સાથે મજા આવી,
મમ્મી લાવી સાથે નાસ્તોને ખાવાની મજા આવી.
સાથે લીધા બલુન અને, આઈસ્ક્રીમ ચાટવાની મજા આવી.
રેલગાડીમાં બેસવાની મજા આવી,
છૂક છૂક કરતી, અમને લેવા આવી,
પ્રાણી સંગ્રહાલયમાંથીપસાર થઇ,
તાળી પાડો, રેલગાડીમાં બેસવાની મજા આવી.