જીવનનું સત્ય
જીવનનું સત્ય
1 min
162
જિંદગીભર દોડવાનું હોય છે,
અંતમાં સૌ(સર્વ) છોડવાનું હોય છે,
સાથમાં શરતો નહીં, સંગાથ થઈ,
બસ પરસ્પર જીવવાનું હોય છે,
આવશે સુખ-દુઃખ જીવનમાં સ્થિર થૈ,
એ જ બળથો તાપવાનું હોય છે,
કર્મનાં ફળ પંથમાં ફેલાવતા,
ચક્ર એનું માપવાનું હોય છે,
જિંદગી ઉત્સાહથી જીવી જજો,
આખરે આલાપવાનું હોય છે.