STORYMIRROR

MITA PATHAK

Inspirational Others

3  

MITA PATHAK

Inspirational Others

પ્રાર્થના

પ્રાર્થના

1 min
162

શુધ્ધ અંતકરણથી કરો કામના

અર્ચના પૂર્ણ થાશે કરો યાચના,


અંતર્યામી કરે પાર નૈયા ખરી,

રોજ કરજે તું શ્રદ્ધાથી ઉપાસના,


કષ્ટ, તરકટ, વ્યથા છે, પડે રાહમાં,

દિલથી લીન થઈ કર પ્રભુ સાધના,


શ્રેષ્ઠ અવતાર છે માનવીનો મળ્યો,

સંયમી થઈ, તું કર વેગળી વાસના,


ભક્તિ તપ, ધ્યાન તારું હું અવિરત કરું

મોક્ષનો માર્ગ મળશે છે એક ચાહના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational