ખારો દરિયો
ખારો દરિયો


યાદ આવે છે, સાગર સમી,
છલકે આંસુ ખારા બની,
લઈને આવે છે મોજું ભરી,
ખાલી કરી જાય અંતરપટને,
દર્દ બની ફીણ મુખે ચઢ્યું,
લાગે છે, ઝેર જ સરખું,
છોડી દીધી મને કચરો સમજી,
વાંક શું એમાં મારો હતો ?
સમજી હું, મહાસાગર તને,
નીકળ્યું તું ખાબોચિયું,
છબછબિયાની રમત કરી,
ભારે પડ્યો ભવસાગર તરવો.