ડર થાય હાવી
ડર થાય હાવી
ડર જો થાય હાવી તો, લાગે બધું જ ડરામણું,
ઝાડ પણ રાત્રે લાગે, કોઈ ભયાવહ માનવ.
અંધારે ઉચા પહાડ,વન,ને પાણીનાં સુસવાટા,
કદાવર અવાજ જાણે, પકડી લે સે હમંણા.
રસ્તા પર પસાર થતા, દેખાય જો બિલ્લી રાની,
જોતા જ આંખોમાં,તેનો સ્વર પણ લાગે ડરામણો.
સ્વપ્નમાં પણ પરસેવે રેબઝેબ થઈ જવાય,
ડર જો થાય હાવી, હ્રદયનાં ધબકારા જાય વધી.
દેખાય જો બિહામણું દ્રશ્ય ઝબકી જાગી જવાય.
સ્વપ્ન હતું જે સવાર પડતા સવાલ કરતું, કેમ ડરે ?