ડરામણું
ડરામણું
કેવી ભયાનક હતી,
એ પાછલી રાત,
હજી પણ રૂંવાડા,
ઊભા થઈ જાય,
યાદ કરું ને ઓઝલ થઈ જાય,
ભયની ભાવના વહી જાય,
કેવું આવ્યું હતું ?
એક સપનું ડરામણું મધરાતે,
ટપોટપ જોયાં મરતાં માણસોને,
આ સગી આંખે,
બધાંની વચ્ચે હું ઊભી,
નિઃશબ્દ, મૌન બની,
ગળાની ચીસ મારી,
ગળામાં સમાય ગઈ,
બંધ આંખોએ,
ભૂતાવળો ગણતી ગઈ, હજી આંખ ખોલી નથી,
સાચું કે ભ્રમમાં છું ?
સમજી નથી,
સવારનાં પહેલાં કિરણે,
જાગી ગઈ, ભૂલવા મથી,
એ પાછલી રાતને.

