લડાઈ જગમાં સ્વાર્થની ઝાઝી
લડાઈ જગમાં સ્વાર્થની ઝાઝી
લડાઈ જગમાં સ્વાર્થની ઝાઝી
જામી છે લડાઈ જગમાં
સ્વાર્થ ખાતર ઝાઝી,
સંભળાય છે ચીસો ઘણી યુદ્ધમાં સ્વાર્થ ખાતર ઝાઝી,
પરિણામ લડાઈનું હોય
કેવું ભયંકર હ્રદયદ્રાવક,
સમજે સહુ તોય ઘણાં
લડાવવાની પેરવી કરે ઝાઝી,
સંભળાય છે ચીસો ઘણી
યુદ્ધમાં સ્વાર્થ ખાતર ઝાઝી,
તડપે હજારો યુદ્ધના
મેદાને લોહીથી બની લથપથ,
હજારો જનેતા કેરી પુત્ર વિયોગે ચીસો સંભળાય ઝાઝી,
સંભળાય છે ચીસો ઘણી
યુદ્ધમાં સ્વાર્થ ખાતર ઝાઝી,
યુદ્ધ કરાવનાર સ્વાર્થી
દૂરથી નીરખી મનોમન હરખાય,
નિર્દોષો જલતાં યુદ્ધની આગમાં ઈ મોડેથી ઘણું સમજાય,
સંભળાય છે ચીસો ઘણી યુદ્ધમાં સ્વાર્થ ખાતર ઝાઝી,
વ્યથિત સંગીત રુદન
સાથે કરે સદાય વિચાર,
સમજે નહીં આંધળા બની
સહુ કરે કેમ લડાઈ ઝાઝી,
જામી છે લડાઈ જગમાં
સ્વાર્થ ખાતર ઝાઝી,
સંભળાય છે ચીસો ઘણી યુદ્ધમાં સ્વાર્થ ખાતર ઝાઝી,

