ખંતીલી દુનિયા
ખંતીલી દુનિયા
જે ખંતીલો નર ખેડે ઘણું,
તે ખંતીલા નરને વરે ગુણિયલ નાર,
ગુણવંતી નાર સજાવે, શણગારે
સુંદર સ્વર્ગીય સંસાર,
ઝઝૂમે બહુ ખંતીલા નરનારી
કપરા સંજોગે, જીત જરૂર થાય,
કર્મમાં માનતાં ને કરતાં પુરુષાર્થ જો,
ગાડું જીવનનું ચલાવતાં મસ્ત,
ખંતના શીખવે પાઠ જો સંતાનોને,
ધીરજ ધરી શીખે સૌ અવનવા પાઠ,
મંગલકારી કરે કાજ સૌના મંગળ જો
વરતાય,
ખંતીલા આ વિશ્વમાં સફર કરે સૌ મંગલકારી, કરું એ જ પ્રાર્થના.