મનપક્ષી
મનપક્ષી
1 min
82
મુક્તિની ઘડી આવી આજ,
હૈયું હિલોળે ચડ્યું,
પાંખો પ્રસરાવી મનપક્ષી,
ઊડ્યું એ તો આભલે.
વાદળે વાદળે રંગોની છેલ,
જાણે મસ્ત ગુલાલની છોળ,
કલરવતું મન મારું ઉછળે,
મુક્તિની ઘડી આવી આજ.
ખળખળતાં ઝરણાંએ મોહ્યું મન,
કલરવતી સૃષ્ટિ જાણે માણે મુક્તિ,
સુંદર સરોવરે ખોલ્યું મારું મન,
મુક્તિની ઘડી આવી છે આજ.
મંદ મંદ વાતા સમીરે હર્યું હૈયું મારું,
મનમસ્ત ઘડી કરે ફોરમતો પોકાર,
સોહામણી ઉષા આવી આંગણે,
મુક્તિની ઘડી આવી છે આજ.