Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Romance

4.5  

Sangita Dattani

Romance

યાદ

યાદ

1 min
48


શીતળ શિયાળાની ઠંડી,

લહેરો અંગ થથરાવે,

વિરહની આગ લાગે ભીતરે, વ્હાલાની યાદ આવે,


વ્હાલો વસે દૂર કેમ 

કરી મોકલું સંદેશ,

પિયુ વિના વેરણ રાતડી 

ડસવા મને આવે,


ઝાકળ ભીના પાંદડાં,

પિયુ વિના સૂનકાર બતાવે,

વિરહની આગ લાગે ભીતરે, વ્હાલાની યાદ આવે,


આંખોમાં મુજ ચમકે આંસુ ઈન્તઝારના,

સૂનું લાગે જગ આખું પિયુ વિનાનું,

અંતરના ઓરડે ખાલીપો 

ઝાઝો મને સતાવે,

વિરહની આગ લાગે ભીતરે, વ્હાલાની યાદ આવે,


ચાંદ સંગે મોકલું સંદેશ હેતે પિયુને,

તુજ વિના આ શિયાળે કેમ મને ફાવે ?

તન મન તડપે વ્હાલા વિના

 મુજ હૈયે ટાઢક ન આવે,


શીતળ શિયાળાની ઠંડી 

લહેરો અંગ થથરાવે,

વિરહની આગ લાગે ભીતરે, વ્હાલાની યાદ આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance