પિયુમિલન
પિયુમિલન
હૈયું તડપે
વસંત આવી,
મનમોહક
મીઠી યાદોની
સુંદર સાંજ.
દિલ ધડકે
પાગલ બની
આવી વસંત
રુમઝૂમતી
કાજલ આંજુ.
વિરહ લાગે
પિયુમિલન
ધડકે હૈયું
મસ્ત મજાની
વસંત આવી.
કેસૂડો રંગે
કેસરી રંગે
ગુલમહોર
ખીલતો લાલ
વસંત આવી.
મોર ટહૂકે
મેના પોપટ
ગીતડાં ગાતાં
મીઠાં મજાનાં
વસંત આવી.

