મેઘધનુષી હોળી
મેઘધનુષી હોળી
મેઘધનુષી હોળી
આવી રે આવી છોળો ઊડાવતી,
રંગોની તો હોળી આવી,
પાણીની પિચકારી લાવી,
પતાસાની તો માળા લાવી,
નાના-મોટાં સૌ મનાવે હોળી,
રંગોનો તો ઢગલો લાવી,
પરદેશમાં પણ હોળી ઉજવાય,
મેઘધનુષી હોળી આવી,
ધાણી, ખજૂર ને ચણા લાવી,
સુંદર મજાની હોળી આવી,
મામા ફેરવે ફેરા બેનીના લાડકાંને,
મેઘધનુષી હોળી આવી,
શ્રીફળ તો સૌ લાવે જો,
મને તો બહુ ભાવે એ,
બીજે દિવસે આવે ધૂળેટી,
મેઘધનુષી સવાર લાવે.