કરીએ મોજ
કરીએ મોજ
1 min
29
મોજ રે મોજ ચાલો કરીએ,
બાળકો સંગ મોજ રે કરીએ.
રમીએ રોજ મજાની રમત,
આવોને બાળકો કરીએ રે મોજ.
પાટી ને પેન લઈ ચિત્રો દોરીએ,
રંગવાળા ચોક લઈ રંગો રે પૂરીએ,
મસ્ત મજાનું મેઘધનુષ રચીએ,
આવોને બાળકો કરીએ રે મોજ.
ચકાચકીની વાર્તા કરીશું ને,
ચાંદામામાને બારીએથી જોઈશું,
ચોપાટ રમીશું ને સાપ-સીડી રમીશું,
આવોને બાળકો કરીએ રે મોજ.
આવ્યું મજાનું સુંદર વેકેશન,
મમ્મીને તો મદદ જો કરીએ,
ઘરને ચોખ્ખું રાખીએ સદાય,
આવોને બાળકો કરીએ રે મોજ.