ઈદ
ઈદ
ઈદ આવી, ઈદ આવી,
સુંદર મજાની ભેટ લાવી,
બાળકો માટે મીઠાઈ લાવી,
યુવાનો કરે સેવા વડીલની,
પવિત્ર માસ રમજાન પછી
સરસ મજાની ઈદ આવી,
હૈયે સૌ હરખાતાં, પઢે સૌ નમાજ,
બંદગી કરે સૌ અલ્લાની,
પાવન સૌ કરે આંગણ એકબીજાનું,
ભેટો આપે મજાની,
નાનામોટાં સૌ ઉજવે પ્રેમ સહિત,
સરસ મજાની ઈદ આવી,
અત્તર, ગુલાબ, ચાદર ચડાવે
નાના મોટાં ભક્તો મજાનાં,
અલ્લા તાલા ખુશ થઈ વરસાવે,
આશિષ મજાના, ઈદ આવી.