આરતી
આરતી
ગુજરાતણ સજાવે આરતી
રંગબેરંગી અલબેલી સુંદર,
ગુર્જર નર અલબેલો નાગર
વરવો નર વગાડે ઢોલક,
હૈયાં મળીને, ભક્તિ સાધના કરે
ભક્તગણ જો, મને યાદ એ,
નવરાત્રીની રાત ઘૂમે ગરબે,
માની આરતી સજાવે સુંદર,
આઠમ કેરી રાતલડી કદીયે
ન ભૂલાય, લાલ ચૂંદડી
પહેરીને આરતી ઉતારું માની,
સજાવું ફૂલગુલાબી આરતી.