પ્રીતડી બાંધી
પ્રીતડી બાંધી
પ્રીતની બાંધી છે રાખડી
પ્રીતથી બાંધી છે રાખડી,
પ્રીતની જરૂર કોને નથી ?
પ્રીતડી પર મરે સૌ કોઈ,
પિયુ પિયુ કરતી પ્રીતિ આવે,
પ્રિયતમ વાટડી જોતો રહે,
પિહુ પિહુ કરતી કોયલ ટહૂકે,
ઝંખતી વરસાદને સદાય,
પ્રીત રડાવે, પ્રીત હસાવતી,
સરી જતી સમયની ઘટમાળ,
સુંદર નાર મહેકતી સદાય
પ્રીતડી કરે જો સુવાસની.