અભિમાની રાક્ષસ
અભિમાની રાક્ષસ
રુપનું એવું અભિમાન આવ્યું કે
ના રહી સાન ઠેકાણે
કે ના રહ્યો વિવેક બોલવાનો
રાજા થઈ ને લૂંટે પ્રજાને
માયાળુ નગરીને રાજા છે પ્રેમનો પૂજારી
ફરતા ફરતા ભૂલ્યો રસ્તો
જંગલમાં જઈ પહોંચ્યો
તરસ્યો થઈ ગયો કૂવા પાસે
અને રાહ જુવે આવે કોઈ કન્યા
બહાદુર રાજા ને શાપિત કન્યા
મળ્યા નયન અને પહોંચ્યા મહેલે
મધરાતે બની કન્યા રૂપ સુંદરી
ફાટી આંખે જોઈ રહ્યો હતો કન્યાને
કન્યા ઉપર મોહ્યો રાજા
રાજા બોલ્યો પરણી જઈએ આપણે બેઉ
કન્યા કહે જે મને પરણે એ બની જાય રાક્ષસ
અભિમાન બોલ્યું રાજાનું
એવુતો કાઈ હોતું હોય
સુંદરી કહે કરો વિચાર એટલામાં થઈ સવાર
સુંદરી થઈ ગઈ ગાયબ રાજા એને શોધે નગર
દૂર એક રાજમહેલમાં ઊભી કન્યા જોઈ રાજાએ
ઘડીકમાં ડોશી અને ધડીકમાં દેખાય સુંદરી
હાસ્ય ગુંજે વાતાવરણમાં
ફરી અને ડરી જાય તો રાજા શેનો
રાજા પહોંચ્યો સુંદરીના મહેલમાં
થઈ ગયા મહેલના દરવાજા બંધ
સુંદરી દેખાય વિકરાળ રુપ માં
રાજાનું ગયું અભિમાન ઓગળી
થર થર ધ્રુજે રાજાની તલવાર
રાજાને થયો એક સંચાર
બોલ્યો મંત્ર અને થયો ચમત્કાર
સુંદરીના વાળ કાપી ફરી કર્યો ચમત્કાર
ને પરણીને આવ્યો સુંદરીને
મહેલમાં થયો જય જય કાર

