ભૂતપ્રેત
ભૂતપ્રેત
ભૂતપ્રેતની ભ્રામક છે વિચિત્ર સર્વવ્યાપી જમાત,
જીવતા હોય તો પલિતો દુનિયામા કેટલું કમાત,
માનવી કાળા ધોળા ને પીળા દેશ પરદેશે જોયા,
દેશ વિદેશે વાર્તામાં ભૂતપ્રેત તો બધા દુધે ધોયા,
ના પાંખ વિમાન કે ફોન પણ ભૂત અતિ પ્રાચીન,
આદીયુગથી ફરતા સાંભળ્યા નિશાચર નામચીન,
ચુડેલ પિશાચ જિન ને ભૂત પ્રેતની વાત નિરાળી,
વિશાળ એની છે દુનિયા પણ કોઈએ ના નિહાળી,
બચ્ચું કહે ભૂતને મેં માનવ જોયા સ્મશાને ફરતા,
ભૂત કહે બચ્ચાને કદી ના જોયા મેં માનવ મરતાં,
નથી પકડાયા કે જોયા ભૂત કેવું છે માણસનું લશ્કર,
કલ્પના કેરા સર્જન થકી ઘડ્યા છે કેવા ભેદી તસ્કર,
ના પુરાવા ના તર્ક પણ ભૂતની સર્વવ્યાપી જમાત,
જગમાં ભૂત હોય તો વિજ્ઞાનથી ક્યારેક તો પમાત.