STORYMIRROR

Aniruddhsinh Zala

Horror Action Inspirational

3  

Aniruddhsinh Zala

Horror Action Inspirational

શૌર્ય રાસડો, વીર વચ્છરાજનો

શૌર્ય રાસડો, વીર વચ્છરાજનો

2 mins
195

હે..જી..

ગરજે ઢોલ આ બૂંગિયો, ને રણમેદાને જેદી હાંકલ દે.

છોડી ચોરીનો ચોથો ફેરો, વીર વચ્છરાજ ગયો માટે રણે ચડે.


હે.. રણશિંગા વાગ્યા શૂરા જગ્યા, શમશેર ધરી સહુ મેદાને પડે 

પારખાં શૌર્યના આ સાચા વીરોનાં, કાયર કોઠીમાં છુપાઈને ડરે 

હે.. ચોરીએ ફેરો ચોથો ફરતો, કુંવર વછરાજની ગજ છાતી ફૂલે 

તોડી બંધન મીંઢળ હાથે તોય. વીર વાછડો ઘોડે ચડીને મેદાને પડે,


હે એવો ચડ્યો રે ધીંગાણે વીરો વાછડો.

હે જી. ઘોડલે ચડીને કરતો વીર લલકાર રે શૂરવીર કુંવર, 


હે એવા મીંઢળ બાંધ્યા છે જેના હાથમાં

છોડે લગ્ન મંડપને ચોથા ફેરો ઈ ફરતાં 

હે.. જી ગૌ રક્ષા કાજે ઘોડે ચડ્યો આજ રે શૂરવીર કુંવર 

એવો ચડ્યો રે ધીંગાણે વીરો વાછડો.


જેની જનની રે ભાળી ગર્વ ઝાઝો કરતી 

ભડ દીકરાને વિજય તિલક હેતે કરતી 

હે.. જી.. રાખજે બેટા મુજ ધાવણ કેરી લાજ રે શૂરવીર કુંવર 

એવો ચડ્યો રે ધીંગાણે વીરો વાછડો.


અરિ કચ્છના રે રણમાં ગોધન લઈ ભાગતા

કુંવર વચ્છરાજ લલકારી મોરચો માંડતા  

હે. જી. શમશેર વડે કરે અરિદળનો સંહાર રે શૂરવીર કુંવર 

એવો ચડ્યો રે ધીંગાણે વીરો વાછડો.


હે વીરે ગૌ ધન બચાવી પાછું વાળ્યું 

પીઠ પાછળ વારથી દુશ્મને વીરનું માથું વાંઢીયુ 

હે...જી.. મસ્તક પડ્યું તોય લડતું વીરનું ધડ રે શૂરવીર કુંવર.

એવો ચડ્યો રે ધીંગાણે વીરો વાછડો.


આજે કચ્છના રે રણમાં પૂજાય વીરનો પાળિયો 

ગોરક્ષા કરતો આજેય વીર વાછડો 

 હે જી.. વીર વાછડાં દાદા અતિ પાવન સોહે ધામ રે શૂરવીર કુંવર 

એવો ચડ્યો રે ધીંગાણે વીરો વાછડો.


'રાજ કરે લાખ લાખ વંદન તમને વીર વાછડાં આજે પરચા પૂરે છે પાળિયો સાક્ષાત રણમાં 

હે..જી.. ધન ધન જનની ને ધન્ય તમારો અવતાર રે વાછડા દાદા.


એવા દાદા આશિષ રૂડા ભક્તોને આપજો.

હે જી. ઘોડલે ચડીને કરજો તમે સહાય રે શૂરવીર કુંવર, 

એવો ચડ્યો રે ધીંગાણે વીરો વાછડો.


હે.. બની પાળિયો પૂજાતા, રણનાં રાજા વીર વચ્છરાજને ઘણી ખમ્મા.

ગોરક્ષક કહેવાતા વાછડાં દાદા શૂરા પૂરાને કરું વંદન ઘણાં 

હે.જી. નજર્યું અમી રાખો, ભક્તોની ભીડ ભાગો. ગાયો તણી કરશું સેવા 

હે કૃપા તમારી વરસે ઝાઝેરી, ભીડ ભક્તોની જામે દર્શનનો લાભ લેવા.


નોંધ --: 

કચ્છના રણમાં ઝીંઝુવાડા પાસે આજેય વાછડાદાનો પાળિયો પૂજાય છે, છ હજાર ગયો ત્રણ હજાર આખલાઓ દાદાના સાનિધ્યમાં ગૌશાળા છે. ભક્તોની ભીડ જામે છે ચૈત્ર માસમાં મેળો ભરાય છે 


Rate this content
Log in

Similar gujarati poem from Horror