STORYMIRROR

Dinesh soni

Horror

4  

Dinesh soni

Horror

નથી ચારેકોર

નથી ચારેકોર

1 min
336

નિરવ શાંતિ પથરાઈ છે ચારેકોર,

ચકલું પણ  ફરકતું નથી ચારેકોર.


અજંપો થાય છે બહુ ઘણો અંદર,

પાંદડું પણ સરકતું નથી ચારેકોર.


ડર લાગે છે રાત્રીના બધે થોડો,

જીવન પણ ધબકતું નથી ચારેકોર.


રડે છે ક્યાંક ક્યાંક કુતરૂ ભસીને,

જાનવર પણ રખડતું નથી ચારેકોર.


શાંતી સ્મસાનવત્ પથરાઈ છે 'દિન',

વાતાવરણ પ્રદુષિત નથી ચારેકોર.


Rate this content
Log in

Similar gujarati poem from Horror