શૌર્યરંગ
શૌર્યરંગ
શહીદોની ચાલે જ્યાં વાત ત્યાં બીજી વાતો વ્યર્થ લાગે
છલકતો હોય શૌર્યરંગ ત્યાં બીજા રંગો ફિક્કા લાગે,
મે'લી ઘરબાર હાલ્યો જે સૈનિક સરહદ પર
એ વીરલાતણી મર્દાનગી જોઈ તેના પ્રત્યે ઝાઝાં માન જાગે
છલકતો હોય શૌર્યરંગ ત્યાં બીજા રંગો ફિક્કા લાગે,
ધણિયાણી જોતી વાત વિરહમાં શૂરવીર નર કેરી
શહીદીના સમાચાર સાંભળી વટથી એ છાતી તાણે,
છલકતો હોય શૌર્યરંગ ત્યાં, બીજા રંગો ફિક્કા લાગે,
કફન ઓઢી ત્રિરંગા કેરું વીરલો સોડ તાણે
સગા સ્નેહી જયજયકાર કરી ગર્વ શહીદીનો માને
છલકતો હોય શૌર્યરંગ ત્યાં, બીજા રંગો ફિક્કા લાગે,
સલામી આપે દેશ આખો નયને વરસાવી નીર
રક્તનાં દરેક ટીપે ટીપે શહીદના, ધરા શૂરવીરો પ્રગટાવે,
શહીદોની ચાલે જ્યાં વાત ત્યાં બીજી વાતો વ્યર્થ લાગે
છલકતો હોય શૌર્યરંગ ત્યાં બીજા રંગો ફિક્કા લાગે.