STORYMIRROR

Manjula Bokade

Horror

4  

Manjula Bokade

Horror

ભયાનક રાત

ભયાનક રાત

1 min
410

અંધેરી કાલરાત્રિ કોઈ પંખીડા પણ ન દેખાય,

વાયરાના સુસવાટાને જોઈ દિલ બેઠું જાય.


મધ્યરાત્રિએ વરૂ પાડે લાળ,તમરા તમ તમ ઊડે,

સ્મશાનમાં ગગનભેદી અવાજ સાથે આત્મા ઊઠે.


આત્મા ચિત્કાર કરે ને ભૂત ડાકણો જાગે,

એવી ભયાનક રાત્રે ડાકણો માનવ લોહી માગે.


અમાસની રાત્રે જાદુ ટોણા અઘોરીઓથી થાય,

ભૂત પિશાચોને વશ કરી કામ અજબ-ગજબ કરાવે.


આવા ચોઘડિયા અને ભયાનક રાત્રિમાં જે માનવી સપડાય,

જીવન મરણ અને પીડા વચ્ચે ઝોલા ખાતો જાય.


આવી ભયાનક રાત ન કોઈના જીવનમાં આવે,

હનુમાન ચાલીસા પાઠ કરી લો ભૂત પિશાચ ન આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror