STORYMIRROR

Manjula Bokade

Others

4  

Manjula Bokade

Others

મહિયરની માયા

મહિયરની માયા

1 min
235

સપ્તપદીના સાત ફેરા લઈ દીકરી ચાલી પિયુની સાથ,

કન્યાદાન કરી માતપિતાએ સોંપ્યો એનો હાથ,


કુમકુમ પગલે આવી હતી જે ડેલીએ તે છોડી ચાલી આજ,

માતાની મમતા છૂટી છૂટ્યો પિતાનો આંગળી ઝાલતો હાથ,


ભાઈ બહેનના વ્હાલ છૂટ્યા, છૂટ્યો સખીઓનો ‌સાથ,

મહીયરની માયા છોડી દીકરી ચાલી પારકે ઘેર આજ,


મનડું એનું રૂદન કરે, આજે છૂટી મારી મહિયરની ડેલી,

પાછી ક્યારે આવીશ હું અહીં વહેલી વહેલી,


પિયુની ડેલીએ હેતના હરખે થશે વધામણા,

પિયુને ડગલે પગલે આપજો સાથ એમ મા સમજાવવા લાગી,


એક ડેલીએ આપ્યા સાચા સારા સંસ્કાર,

બીજા ડેલીનું દીકરી જાળવજો માન સન્માન.


Rate this content
Log in