STORYMIRROR

Manjula Bokade

Romance

3  

Manjula Bokade

Romance

હસ્તરેખા

હસ્તરેખા

1 min
132

હાથમાં છે રેખાઓ છતાં હાથ ખાલી છે,

શું લખ્યું છે, એ જાણવા ભારે જહેમત ઊઠાવી છે,


જિંદગીની ઘટમાળ લખાયેલી છે હસ્તરેખામાં,

મારા આયખાની કિતાબ રચાઈ છે હસ્તરેખામાં,


સુખ દુઃખની યાદીઓ લખાયેલી છે હસ્તરેખામાં,

 અજાણતા થનારી ભૂલોનો હિસાબ છે હસ્તરેખામાં,


પરિશ્રમ વગર નથી ઉજળી થતી આ હસ્તરેખા,

કર્મ વગર ફળ નથી આપતી આ હાથની હસ્તરેખા,


જ્યોતિષશાસ્ત્ર અનુસાર વંચાય છે આ હસ્તરેખા,

પરિશ્રમ થકી પરાક્રમો દ્વારા બદલાય છે હસ્તરેખા,


જીવનમાં મળનારા સુખ દુઃખનું ગણિત છે હસ્તરેખામાં,

માનવનીના કર્મનો આભાસ છે, હાથની હસ્તરેખામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance