ત્યારે હું ગઝલ લખુ છું
ત્યારે હું ગઝલ લખુ છું


સાંભળ નખરાળી તારી યાદ આવે ને જયારે,
ત્યારે હું ગઝલ લખુ છું,
મેઘધનુષ સમા તારા હાસ્યને માણું જયારે,
ત્યારે હું ગઝલ લખુ છું.
'અનંત' તારી આંખોમાં ડુબી જવાનું મન થાય જયારે,
ત્યારે હું ગઝલ લખુ છું,
તારા ગુલાબી ચહેરાને જોવા આંખો તરસે જયારે,
ત્યારે હું ગઝલ લખુ છું.
તારું 'જા હવે' સાંભળવા કાન અકળાય જયારે,
ત્યારે હું ગઝલ લખુ છું,
મારી આસપાસ તારી 'ખુશ્બુ' અનુભવાય જયારે,
ત્યારે હું ગઝલ લખુ છું.
તારો 'કોમલ' સ્પર્શ મારા ખભા પર વર્તાય જયારે,
ત્યારે હું ગઝલ લખુ છું,
તારી ચટકતી ચાલે મારા દિલના તાર વિખાંય જયારે,
ત્યારે હું ગઝલ લખુ છું.
'તું' બોલે ને દિલ દિમાગમાં ઠંડક અનુભવાય જ્યારે,
ત્યારે હું ગઝલ લખુ છું,
તારા અતરંગી ગુસ્સાથી મન મારું ગુંચવાય જ્યારે,
ત્યારે હું ગઝલ લખુ છું.
તને કહેતા દિલની વાત મારા શબ્દો અથડાય જ્યારે,
ત્યારે હું ગઝલ લખુ છું,
સાચેજ નખરાળી આવે તારી મીઠી યાદ જ્યારે,
ત્યારે હું ગઝલ લખુ છું.